ચોરી કરવા ચાલ્યા ચોર

ચોરી કરવા ચાલ્યા ચોર
સોની પોલ માં થતો શોર

સિપાહી મળ્યા સામા 
મમ્મી ના ભાઈ તે મામા 

મામા લાવે ચૂક ચૂક ગાડી
મામી માટે લાવે સાડી 
સાડી ના રંગ પાકા 
પપ્પા ના ભાઈ તે કાકા 

કાકા કાકા કરેલા
કાકી એ વઘારેલા
કાકી પડ્યા રોઈ 
પપ્પા ની બહેન તે ફોઈ 

ફોઈ ફૂલડાં લાવે છે
ફુઆ ને વધાવે છે 
ફુઆ ગયા કાશી
મમ્મી ની બહેન તે માસી 

હાથીભાઇ તો જાડા

હાથીભાઇ તો જાડા

લાગે મોટા પાડા

આગળ ઝૂલે લાંબી સૂંઢ

પાછળ લટકે ટૂંકી પૂંછ

સુપડા જેવા કાન છે

થાંભલા જેવા પગ છે

હાથી ભાઈ તો જા

-----------------------------------------------------------------------------------------

હાથીભાઇ તો જાડા
Hathi bhai to jada
( Elephant is a fatty )

લાગે મોટા પાડા
Lage mota pada
( He looks huge )

આગળ ઝૂલે લાંબી સૂંઢ
Aagal jhule lambi sundh
( In front long trunk is swinging )

પાછળ લટકે ટૂંકી પૂંછ
Pachal latake tunki punch
( In back small tail is hanging )

સુપડા જેવા કાન છે
Supada jeva kan chhe
( His ear is very big )

થાંભલા જેવા પગ છે
Thmbala jeva pag chhe
( His leg is huge )

હાથીભાઇ તો જાડા
Hathi bhai to jada
( Elephant is a fatty )

જળકમળ છાડી જાને બાળા - Lyric

જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે

કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદ આવીઓ

નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો

લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો