મામાનું ઘર કેટલે દીવા બળે - Lyric

મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ